સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે ઉઝબેકિસ્તાન જવા રવાના થશે.સંરક્ષણમંત્રી ઉઝબેકિસ્તાનની રાજધાની તાસ્કંદમાં યોજાનાર સાંધાઇ સહયોગ સંગઠનની(SCO) સંરક્ષણમંત્રીઓની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે.
બેઠકમાં સાંધાઇ સહયોગ સંગઠનના(SCO)સભ્ય દેશો વચ્ચે સંરક્ષણ સહકાર મુદ્દે મંત્રણા થશે.પોતાના પ્રવાસ દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ઉઝબેકિસ્તાનના સંરક્ષણમંત્રી લેફટનન્ટ જનરલ નિજામોવિચ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.સંરક્ષણમંત્રીઓની બેઠકમાં વિવિધ મુદે ચર્ચાઓ થવાની સંભાવના છે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ઉઝબેકિસ્તાનમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.આ ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથસિંહ લાલ બહાદુર શાસ્ત્રી સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવશે.