ભરૂચમાં ખારવા, વાલ્મિકી અને ભોઇ સમાજની ત્રણ છડીઓ નીકળે છે. ભોઇવાડમાં છડીદારોએ ૩૨ ફુટ ઉંચી અને ૫૨ કીલો વજનની છડીને નચાવી હતી. પરંપરાગત છડીદારો ખભા અને છાતી પર ભારે ભરખમ છડીને નચાવતાં હોય છે.
વાંસમાંથી બનેલી છડીઓ દેવી-દેવતાના પ્રતિક સમાન ગણાય છે. મેઘરાજાના મેળામાં આ છડીઓને ઝુલતી જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. રાજ્યસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ સહિતના મહાનુભાવોએ છડીના દર્શન કરી મેઘરાજાના મેળાના અંતિમ દિવસે દર્શનનો લાભ લીધો હતો.