નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર નવી દિલ્લી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રેહવાના.તેઓ ફાર્માસ્યુટિકલ ડેટાબેન્ક મેનેજમેન્ટ સિસ્ટમ-૨૦નો પ્રારંભ કરાવશે.
એપ્લીકેશન દવાની કિંમત નિધારણ આદેશ – ૨૦૧૩ અંતર્ગત વિવિધ ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે.આનાથી NPPAની કામગીરી પેપરલેસ થશે.NPPAની સ્થાપના ૨૯ ઓગસ્ટ,૧૯૯૭માં કરવામાં આવી હતી.આ સંસ્થા દવાઓ અને ફોર્મ્યુલેશનના ભાવમાં સુધારો કરવા અને દેશમાં દવાઓની કિંમતો અને ઉપલબ્ધતાને લાગુ કરવાની કામગીરી કરે છે.