નોઈડાના સુપરટેક ટ્વિન ટાવર હવે ઈતિહાસ બની ગયા છે. રવિવારે બપોરે ૦૨.૩૦ વાગે બંને ટાવર તોડી પાડવામાં આવ્યા છે. ૧૦૦ મીટર ઉંચા ટાવર માત્ર ૧૨ સેકન્ડમાં જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. અમે તમને જણાવી રહ્યા છીએ તે ચાર વૃદ્ધો વિશે, જેમણે દસ વર્ષ સુધી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં ટ્વિન ટાવર બનાવનાર સુપરટેક કંપની સામે કાયદાકિય લડાઈ લડી ગતી. તેમણે લાલચ આપી, ધમકીઓ આપીને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ વૃદ્ધો સામે બિલ્ડિરની એક વાત પણ ચાલી નહીં.
એમરોલ્ડ કોર્ટ રેસિડન્સ વેલફેર ફેસોસિયેશનના અધ્યક્ષ ઉદયભાણ તેવટિયા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના નિવૃત્ત ઓફિસર છે. સુપરટેક વિરુદ્ધની આ લડાઈમાં ઉદયભાન મુખ્ય વ્યક્તિ છે. તેમની સાથે એસકે શર્મા, રવિ બજાજ અને એમકે જૈન હાઈકોર્ટ અલાહાબાદ ગયા હતા. એમકે જૈનનું કોરોના મહામારીમાં નિધન થયું છે. બાકીના ત્રણ સીનિયર સીટિઝન અત્યારે જીવીત છે.
ઉદયભાન સિંહ તેવટિયાએ એસકે શર્મા, રવિ બજાજ અને એમ.કે જૈન સાથે મળીને ડિસેમ્બર ૨૦૧૨માં પહેલીવાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે જગ્યાએ ટ્વિન ટાવર બન્યું હતું તે જગ્યાએ બિલ્ડર પાર્ક બનાવવાની વાત કરીને જમીન ખરીદી હતી. પરંતુ ત્યાર પછી તેણે ત્યાં ટ્વિન ટાવર ઉભા કર્યા. ૧૦ વર્ષની લડાઈ પછી જીત મળી હતી.
બિલ્ડર સામે કાયદાકિય લડાઈ લડવા માટે સોસાયટીએ કાયદાકિય સમીતી બનાવી હતી. સમીતીમાં અંદાજે ૪૦ લોકો હતા. તેમણે સોસાયટીમાંથી ફંડ ભેગુ કરીને આ કાયદાકિય લડાઈ લડી અને કેસને પરિણામ સુધી પહોંચાડ્યો. પહેલાં ૫૦૦ રૂપિયા, પછી ૩ – ૩ હજાર અને અંતે ૧૭ – ૧૭ હજારનું ફંડ ભેગુ કરવામાં આવ્યું હતું.