પોલીસ કર્મચારીઓને પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ આપવાનું જાહેર કરવામાં આવ્યું

જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો

પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઇને અનેક આંદોલન કરવામાં આવ્યા હતા. જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા ૩,૫૦૦ થી લઇ ૫,૦૦૦ રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે.  જે અંગે ગૃહ વિભાગમાં સોમવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગ્રેડ પે મામલે વિચારણા કરવા માટે એક વિશેષ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમને પોલીસ કર્મચારીઓની માંગણી અંગે વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇને હકારાત્મક રસ્તો કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે  બાદ સમિતીએ પોલીસની ખાસ ભથ્થાની માંગણી સહિતની અનેક બાબતોને ચર્ચા કર્યા બાદ  જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પ્રતિમાસ વિશેષ રકમ આપવા સુચન કર્યુ હતું.

ગૃહ વિભાગે માન્ય રાખીને સોમવારે સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાનમાં ફીક્સ પે ધરાવતા એલઆરડીને રૂપિયા ૩,૫૦૦ પોલીસ કાન્સ્ટેબલને રૂપિયા ૪,૦૦૦  હેડ કોન્સ્ટેબલને રૂપિયા ૪,૫૦૦ અને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રૂપિયા ૫,૦૦૦ પ્રતિમાસનો વધારો આપવામાં આવશે. જે ઓગસ્ટ મહિનાથી અમલી બનશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *