શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈ-સિગારેટ વેચતી દુકાનમાં PCBએ રેડ પાડી.
PCBએ ઈ હુક્કાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડ્યો છે. દુકાનમાલિક, માલ આપનાર તેમજ માલ ખરીદનાર સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
નિકોટીન યુક્ત ફ્લેવર રિફિલોનો ૨.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે એક આરોપી સની કાકવાણીને ઝડપી પાડ્યો છે.
PCB પાસેથી મળતી માહિતી અનુસાર સેટેલાઈટના સ્ટાર બજાર પાસે આવેલી દુકાનમાંથી ઈ-સિગારેટનો જથ્થો પકડાયો છે.
બાતમીના આધારે PCBના PSIએ રેડ કરીને ઈ-સિગારેટ અને લિક્વિડ નિકોટીનનો જથ્થો કબજે કર્યો છે.