૨૦૨૨ – ૨૩ માં GDPના પ્રથમ ચરણનો ત્રિ-માસિક દર ૧૩.૫ %, કૃષિ વિકાસ દર ૪.૫ % નોંધાયો

આ ક્વાર્ટર દરમિયાન કૃષિ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે.

અર્થવ્યવસ્થાને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૨ – ૨૩ માં  GDPના પ્રથમ ચરણનો ત્રિ-માસિક દર સાડા તેર ટકા રહયો છે, જ્યારે દેશનો કૃષિ વિકાસ દર ૪.૫ ટકા નોંધાયો છે. આ ઉપરાંત ઉત્પાદન સેક્ટરનો વિકાસ દર ૪.૮ ટકા રહ્યો છે.  આ ક્વાર્ટર દરમિયાન કૃષિ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. દેશની તમામ એજન્સીઓથી લઈને વિશ્વભરની તમામ રેટિંગ એજન્સીઓએ ભારતની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ દર્શાવ્યો હતો.

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી તરફથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં જ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ – ૨૩ માં ભારતનું અર્થતંત્ર સમગ્ર એશિયામાં સૌથી ઝડપી ગતિથી વિકાસ કરશે. આ સાથે જ એશિયાના વિકાસમાં ભારતની ભાગીદારી ૨૮ ટકા અને વિશ્વના વિકાસમાં ૨૨ ટકા રહેશે. ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી ૭ ટકા સરેરાશ રહેવાનું અનુમાન છે. જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાંથી સૌથી વધુ રહી શકે છે. સાથે જ મોર્ગન સ્ટેનલી ભારતના આઉટલુક અંગે ખૂબ જ સકારાત્મક છે. તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એક દાયકાથી વધુ સમયમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર છે. આંકડા મુજબ આ વર્ષે એપ્રિલ જૂનના GDP ના સારા આંકડા અર્થવ્યવસ્થાની મજબુત સ્થિતિ રજૂ કરે છે. જોકે છેલ્લા વર્ષે જૂન મહિનામાં દેશનો GDP ગ્રોથ ૨૦ પોઈંટ ૧ ટકા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *