ભારત બ્રિટન જેવા વિકસીત દેશોને પછાડીને સમગ્ર વિશ્વમાં ૫ મુ સોથી મોટું અર્થતંત્ર બન્યું છે. બ્લુમ્બર્ગના એક અહેવાલ મુજબ ભારત વિકસીત દેશોની હરોળમાં ૫ મા સ્થાને પહોચ્યું છે અને બ્રિટનને ૬ સ્થાને ધકેલી દીધુ છે.
અર્થવ્યવસ્થાનો આપવામાં આવેતો દરજ્જો ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા સંકલિત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડાઓના આધારે નિર્ધારિત કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા દેશના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કર્યાના બે દિવસ બાદ આ અહેવાલ જાહેર કરાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર વાર્ષિક ધોરણે ૧૩.૫ % ના દરે વૃદ્ધિ પામ્યું છે. આ વિકાસ દર વિકાસશીલ દેશોમાં સૌથી વધુ હતો. આ અર્થવ્યવસ્થાની રેંકિંગમાં એક દાયકા પહેલા ભારત ૧૧ મા સ્થાને હતુ.