કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે છે. અમિત શાહે આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ હુંકાર ભર્યો.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી બેદખલ કર્યા બાદ પહેલીવાર મુંબઈ પહોંચેલા અમિત શાહે કહ્યુ કે રાજ્યની ભાજપ-શિવસેના સરકારની અસલી પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે અને અમારુ લક્ષ્ય છે કે સીએમ એકનાથ શિંદે સરકાર બીએમસી ચૂંટણીમાં જીતનો પરચમ લહેરાવીને તે લોકોને ચૂપ કરી દે જેમણે ભાજપની સાથે દગો કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ સાથે જ અમિત શાહે કહ્યુ કે બીએમસી ચૂંટણીમાં તે પાર્ટીને જીતશે જેને મુંબઈની જનતા પોતાના આશીર્વાદ આપશે અને ભાજપને વિશ્વાસ છે કે મુંબઈના મતદાતા તેમને બહુમતથી જીતાડશે અને બીએમસીને તે પાર્ટીમાંથી મુક્ત કરશે જે માત્ર દગા અને છેતરપિંડીની વાત કરે છે.
પૂર્વ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાસેથી બીએમસી ચૂંટણીમાં મળનારી આકરી ટક્કરને ધ્યાનમાં રાખતા ગૃહમંત્રી અમિત શાહ અત્યારથી મુંબઈની ધરતી પર સક્રિય થઈ ગયા છે.
ભાજપ-શિંદે જૂથને ૧૫૦ બેઠક જીતવાનુ લક્ષ્ય સોંપતા અમિત શાહે કહ્યુ કે આ વખતે બીએમસી ચૂંટણીમાં પીએમ મોદીજીના માર્ગદર્શનમાં ભાજપ અને અસલી શિવસેના ગઠબંધન મતદાતાઓના આશીર્વાદ લેવાનુ છે અને ૧૫૦ બેઠક પર જીત નોંધાવાની છે.
તેમણે કહ્યુ કે બીએમસી ચૂંટણીમાં ભાજપનુ જીતવુ લગભગ નક્કી છે કેમકે મુંબઈની જનતા પીએમ મોદીજીના નેતૃત્વવાળી ભાજપ સાથે છે. તે હિંદુત્વની વિચારધારાને દગો આપનારી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની સાથે ક્યારેય નહીં જાય.
અમિત શાહે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેએ ના માત્ર ભાજપને દગો આપ્યો હતો પરંતુ હિંદુત્વની વિચારધારાને દગો આપવાનુ કામ કર્યુ છે અને ઠાકરેએ મહારાષ્ટ્રના જનાદેશનુ પણ અપમાન કર્યુ છે.