અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક

આણંદ જિલ્લામાં આવેલી અમૂલ ડેરીના  વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની  નિમણૂક થઇ છે. હાઇકોર્ટેના  ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને ૯ મત, જ્યારે રાજેશ પાઠકને ૬ મત મળ્યા છે. એટલે કે રાજેન્દ્રસિંહ પરમારનો ૩ મતે વિજય થયો છે.

વર્ષ ૨૦૨૦ માં અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળની ચૂંટણી યોજાઇ હતી. નિયામક મંડળની ચૂંટણી માટે સરકાર દ્વારા ત્રણ પ્રતિનીધિની નિમણૂક કરવામાં આવી હતી. જો કે ચેરમેન પદે ભાજપના રામસિંહ પરમારનો વિજય થયો હતો. તો વાઇસ ચેરમેન પદ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપમાંથી રાજુભાઇ પાઠક ઉભા રહ્યા હતા કે જેઓ બાલાસિનોરનું પ્રતિનીધિત્વ કરે છે. સરકારી પ્રતિનીધિની નિમણુકના કારણે રાજેન્દ્રસિંહ પરમારનું જુથ નારાજ હતુ.

સાથે જ આણંદ નિયામક મંડળના ડીરેક્ટર કાંતિભાઇ સોંઢા અને માતરના ડીરેક્ટર સંજય પટેલ દ્વારા હાઇકોર્ટની અંદર એક પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેની અંદર સરકારના ત્રણ પ્રતિનીધિની નિમણૂક રદ કરવાની વાત કરી હતી. બે વર્ષના લાંબા સમય પછી થોડા દિવસ પહેલા જ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો. હાઇકોર્ટેના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સરકારી અધિકારીની હાજરીમાં મતપેટી ખોલવામાં આવી હતી. બે વર્ષ પછી આ મતપેટી ખોલવામાં આવી છે.

આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં રાજેન્દ્રસિંહ પરમારને ૯ મત, જ્યારે રાજેશ પાઠકને ૬ મત મળ્યા છે. એટલે કે રાજેન્દ્રસિંહ પરમારનો ૩ મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાય છે. ત્યારે આ વખતે સરકાર દ્વારા પણ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *