દિલ્હીમાં રાજપથનું નામ બદલાયું, હવે કર્તવ્યપથથી ઓળખાશે

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, રાજપથ કહે છે કે તમે ‘રાજ’ માટે આવ્યા છો. પીએમએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે અને આપણે સામ્રાજ્યવાદી નીતિઓ, પ્રતીકોનો અંત લાવવો પડશે. આથી રાજપથનું  નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજપથનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે કર્તવ્યપથથી ઓળખાશે. NDMC એ નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, આઝાદી પછી અમે સંસ્થાનવાદી માનસિકતાને આગળ ધપાવી. રાજપથ કહે છે કે તમે ‘રાજ’ માટે આવ્યા છો. પીએમએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે અને આપણે સામ્રાજ્યવાદી નીતિઓ, પ્રતીકોનો અંત લાવવો પડશે. આથી રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.

મોદી સરકારે સોમવારે રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. નેતાજીની પ્રતિમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો ‘કર્તવ્યપથ; તરીકે ઓળખાશે. રાજપથની સાથે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી ૮ સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. આજે એટલે કે ૭ સપ્ટેમ્બરે NDMC ની મહત્વની બેઠક મળી હતી જેમાં મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

મોદી સરકારે આ પહેલા પણ ઘણા રસ્તાઓના નામ બદલીને જન કેન્દ્રીત નામ રાખ્યાં છે. વર્ષ ૨૦૧૫ માં રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું, જ્યાં વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. વર્ષ ૨૦૧૫ માં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૭ માં ડેલહાઉસી રોડનું નામ બદલીને દારાશિકોહ રોડ કરવામાં આવ્યું હતું. અકબર રોડનું નામ બદલવા માટે પણ અનેક પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ હજુ સુધી અકબર રોડનુ નામ બદલવા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *