ગુજરાત આમ આદમી પાર્ટી એકવાર ફરીથી વિવાદમાં આવી છે. આમ આદમી પાર્ટીની ત્રીજી યાદી જાહેર થતા જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. વેજલપુરના જાહેર થયેલા ઉમેદવાર કલ્પેશ પટેલના ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ ગઇ કાલે પોતાના વધુ ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક ઉમેદવાર એવાં છે કે, જે પોતાના વ્યક્તિગત જીવનમાં શરાબની મહેફિલ માણતા દેખાય છે, એક ઉમેદવાર એવાં છે કે જેમની પર ૩૦૦ કરોડના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. એક ઉમેદવાર એવાં છે કે જેઓ નર્મદા વિરોધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંદોલનના પ્રણેતા બનીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું તેમજ તેમના હક છીનવવાનું કામ કરેલ છે. આમ કુલ મળીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત એમના પાર્ટીના લોકોની કરણી અને કથણીમાં ફરક છે. એમનું ચાલ અને ચરિત્ર ક્યાંક ને ક્યાંક ખંડાયેલું છે. ગુજરાતની પ્રજા આ બધું જ જોઇ રહી છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને કોઇ પણ રાજ્યમાં ન મળ્યો હોય તેવો જાકારો આપવા માટે ગુજરાતની પ્રજા સજ્જ છે.’
વેજલપુરના જાહેર થયેલા ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો સામે આવ્યા છે. AAPના ઉમેદવારના વ્યભિચારી ફોટો સામે આવતા અનેક સવાલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે અનેક સવાલો ઊભા થયા છે. જોકે આમ આદમી પાર્ટીના આ ઉમેદવારના ફોટા અને વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા રૂત્વિક પટેલે પણ આપ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
ગઇકાલે બુધવારના રોજ આમ આદમી પાર્ટીએ વધુ ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે. ત્યારે વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ અને હુક્કા પાર્ટી કરતા ચોંકાવનારા ફોટા અને વીડિયો વાયરલ થયા છે. જે મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે શક્ય છે કે, આ મામલે ભાજપના અનેક નેતાઓના પણ એકબાદ એક નિવેદન સામે આવે તેવી શક્યતા છે.
આમ આદમી પાર્ટીએ ગઇકાલે વધુ ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.