રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. મોસ્કો સિટી ટૂરિઝમ કમિટીની ડેપ્યુટી ચેરમેન અલીના અરુતુનોવાએ મુંબઇમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે રશિયા ભારતીય કારોબારીઓ અને પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, જેનાં પર જલ્દી જ નિર્ણય કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે હાલમાં રશિયા ભારતીયો માટે જલ્દી જઇ ને વિઝાની શરૂઆત કરશે.
અલીના અરુતુનોવાએ ઉમેરિઉ કે રશિયાના રાષ્ટ્રપતિ વિઝાની સ્કીમની પહેલનું સમર્થન કરે છે. ઈરાન માટે વિઝા ફ્રી સ્કીમને પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી છે અને આશા છે કે જલ્દી જ ભારતમાં પણ આ સ્કીમ શરૂ કરવામાં આવશે. તુર્કી, જર્મની અને ભારતથી દર વર્ષે મોટા પાયે પ્રવાસીઓ રાશિયા આવે છે.
૨૦૨૦ માં ભારત સહિત ૫૨ દેશો માટે ઇલેક્ટ્રોનિક વિઝા શરૂ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પણ કોરોનાને કારણે અત્યાર સુધી આ લાગુ થઈ શક્યું નહીં પણ અમને આશા છે કે આ જલ્દી જ શરૂ થઈ જશે અને ઇ-વિઝાથી વિદેશી પર્યટકોના આગમનની પ્રક્રિયા સરળ બનશે.