૨૯ ઓક્ટોબરથી મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે

૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો માટે આનંદના સમાચાર છે. લાભપાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ૨૯ ઓક્ટોબરથી શરૂ થતી ટેકાના ભાવે ખરીદી ૯૦ દિવસ સુધી ચાલશે.

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ – ૨૩ માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણુંક કરવામાં આવી છે. ખેડૂતો કૃષિ પેદાશોની નોંધણી ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE મારફતે ૨૫ સપ્ટેમ્બરથી ૨૪ ઓકટોબર દરમિયાન કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે ટેકાનો પ્રતિ ક્વિન્ટલ ભાવ મગફળી માટે રૂ. ૫,૮૫૦, મગ માટે રૂ. ૭,૭૫૫, અડદ માટે રૂ. ૬,૬૦૦ અને સોયાબીન માટે રૂ. ૪,૩૦૦ જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *