પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ જોન્સને ભારતીય બોલરો વિશે ચર્ચા કરી

ટી – ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. જે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા છે. ઘણા દેશની ટીમો નક્કી થઇ ચુકી છે ત્યારે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો પર ટીમ સિલેકશન વિશે ટીપ્પણી કરવામાં પાછળ નથી રહ્યા. ત્યારે હમણાં જ એક પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ જોન્સને કહ્યું છે કે, ભારતે ટીમની પસંદગીમાં ઘણું જોખમ લીધું છે. “ભારત પાસે કદાચ ટીમમાં પેસરનો અભાવ છે. ટીમ સિલેક્શન બાદ એક મોટા વર્ગે શમીના ટીમમાં ન હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યો છે. અને ટીમ પાસે જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર, હર્ષલ પટેલ અને અર્શદીપમાં ચાર પેસરો છે, પરંતુ મિશેલ જોન્સનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર તે અપૂરતું છે.

મિશેલ જોન્સને કહ્યું કે “ઓસ્ટ્રેલિયામાં જો તમારી પાસે પેસર-ઓલરાઉન્ડર અને કેટલાક સ્પિનરો છે, તો પછી ટીમમાં ચાર પેસરો હોવા જોખમી છે. “પરંતુ એવું લાગે છે કે ભારત બે પેસરો અને એક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બે સ્પિનરો સાથે રમવાનું વિચારી રહ્યું છે. “ઓસ્ટ્રેલિયામાં, તમારે ચોક્કસપણે ત્રણ પેસ બોલરોની જરૂર છે. ખાસ કરીને પર્થ જેવી પરિસ્થિતિમાં તમારે ચાર બોલરોની જરુર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *