મહીસાગર: મહિલાઓની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી નવરાત્રી મેળા-૨૦૨૨નો પ્રારંભ

સુશોભન, પરંપરાગત વસ્ત્રો, આયુર્વેદિક સહિતની હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરી શકશે.

‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન’ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આયોજનમાં લુણાવાડા તાલુકા પંચાયત ખાતે સ્વસહાય જુથની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુના વેચાણ માટે બજાર મળી રહે તેવો પ્રયાસ હાથ ધરાયો છે.  મહિલાઓની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી નવરાત્રી મેળા – ૨૦૨૨ નો પ્રારંભ કરવામાં આવ્યો. દિનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ જયંતિકા પટેલ દ્વારા મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ૧૦ જેટલા સ્વ સહાય જૂથનાં નવરાત્રી મેળા સ્ટોલ જોડાયા હતા. આ પ્રસંગે અગ્રણી મહાનુભાવોએ નવરાત્રી મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું તા. ૨૭ નવેમ્બર સુધી પ્રદર્શન વેચાણ કરવામાં આવશે. આ મેળામાં લોકો ઘર આંગણે સુશોભન, પરંપરાગત વસ્ત્રો, આયુર્વેદિક સહિતની હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *