દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAP ની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકીય સમીકરણ બગડ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટીવ મોડ પર આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચંડ પ્રચારની રણનીતિ ઘડી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ખૂબ સારી ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી બૂથ સુધી ખૂબ સક્રિય થઈને કામ કરી રહી છે.

હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, આ વખતે દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભૂપેશ બાંધેલ, કમલનાથ, ભૂપિન્દરસિંહ હુડા, રાજીવ શુકલા, રણદિપસિંહ સુરજેવાલા, સચીન પાયલોટ, મુકુલ વાસનિક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પ્રચાર કરશે.

આ ઉપરાંત જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, જીગ્નેશ મેવાણી, ભરતસિંહ સોલંકી, સામ પિત્રોડા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધાનાણી, કદીર પીરજાદા રેલી અને સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન ૨૦૨૨ માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે, કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મિશન ૨૦૨૨ માં ૧૨૫ લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે. રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે.  કોંગ્રેસના આઠ વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *