વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકાના પ્રવાસે છે.
એસ.જયશંકર આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી દુનિયાભરને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ વર્ષનો વિષય છે, એક ઐતિહાસીક ક્ષણ પરસ્પર જોડાયેલા પડકારો ના પરિવર્તનકારી સમાધાન. તેઓ આજે એક વિશેષ કાર્યક્રમ ઇન્ડીયા એટ ૭૫ શોકેશીંગ ઇન્ડીયા યુએન પાર્ટનરશીપ એકશનને સંબોધન કરશે. આ ભારતની વિકાસયાત્રાને ઉજાગર કરશે. ગઇકાલે તેમણે ન્યુયોર્કમાં ચાલી રહેલી મુખ્ય સભા ઉપરાંત વિદેશમંત્રી પેસીફીક ક્વોડ બેઠકમાં ભાગ લીધો હતો. ક્વોડ માનવીય સહાયતા અને આપત્તી રાહત ભાગીદારી માટે દિશાનિર્દેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.