પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આજે સાંજે ટોક્યો જશે. શિન્ઝો આબેને ગત ૮ મી જુલાઇએ પ્રચાર દરમિયાન ગોળી મારવામાં આવી હતી અને તેમનું અવસાન થયું હતું. જાપાનની પરંપરા પ્રમાણે તેમના પાર્થિવ દેહની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરશે.
ભારત-જાપાન સંબંધોમાં શિન્ઝો આબેના યોગદાનને ૨૦૨૧ માં પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એનાયત કરાયો હતો. પ્રધાનમંત્રી મોદી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ, યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત ૨૦૦ થી વધુ દેશોના ૭૦૦ થી વધુ મહેમાનો અને દક્ષિણ કોરિયાના વડા પ્રધાન હાન ડક-સૂ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.