અમદાવાદે સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને અનોખી હેટ્રિક નોંધાવી છે.
અમદાવાદ શહેરને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એમ બે રાષ્ટ્રીય પુરસ્કારો મળતા અમદાવાદે સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને અનોખી હેટ્રિક નોંધાવી છે.
ગઇકાલે દિલ્હીમાં વિશ્વપ્રવાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદ શહેરને બે રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરાયા હતા. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સી.આર.ખરસાણે આ પુરસ્કારો સ્વીકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદ, મહાનગરપાલિકા દ્વારા શહેરના હેરિટેજ મૂલ્યો ધરાવતાં સ્થળો, ઇમારતો, માળખાઓના જાળવણીની કામગીરી સઘન બનાવવામાંઆવી છે. એવી જ રીતે રીસ્ટોરેશન કે જાળવણી જેવી કામગીરી માટે વિષય નિષ્ણાંતો દ્વારા જરૂરી ટેકનિકલ માર્ગદર્શનની સુવિધા પણ અપાય છે.