૩૦ સપ્ટેમ્બરે ૬૮ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાશે

આશા પારેખને દાદા સાહેબ ફાળકે એનાયત કરવામાં આવશે, આ એવોર્ડ નવી દિલ્હીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ૬૮ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાશે. વર્ષ ૨૦૨૦ માટેનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સુશ્રી આશા પારેખને એનાયત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૬૮ માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અધ્યક્ષતા કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ એવોર્ડ નવી દિલ્હીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “આ પીઢ અભિનેત્રી માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવી તે માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે ગર્વની વાત છે. શ્રીમતી આશા પારેખ એક જાણીતી ફિલ્મ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા અને કુશળ ભારતીય ક્લાસિકલ ડાન્સર છે. બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરીને તેમણે દિલ દેકે દેખોમાં મુખ્ય નાયિકા તરીકે પ્રવેશ કર્યો અને ૯૫ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે કટી પતંગ, તીસરી મંઝીલ, લવ ઇન ટોક્યો, આયા સાવન ઝૂમ કે, આન મિલો સજના, મેરા ગાંવ મેરા દેશ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો છે. શ્રીમતી પારેખ પદ્મશ્રીના વિજેતા છે, જે તેમને ૧૯૯૨ માં એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે ૧૯૯૮ – ૨૦૦૧ સુધી સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના વડા તરીકે પણ સેવા આપી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે શ્રીમતી પારેખને એવોર્ડ આપવાનો નિર્ણય પાંચ સભ્યોની જ્યુરી દ્વારા લેવામાં આવ્યો હતો. 52માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારની પસંદગી માટેની જ્યુરીમાં ફિલ્મ ઉદ્યોગના પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો:

  • શ્રીમતી હેમા માલિની
  • શ્રીમતી પૂનમ ધિલ્લોન
  • શ્રી ટી. એસ. નાગભરણા
  • શ્રી ઉદિત નારાયણ
  • સુશ્રી આશા ભોસલે

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *