સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બુધવારે આસામના દિનઝારમાં દેશની સૌથી પૂર્વી સૈન્ય સંરચનાનો પ્રવાસ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આસામ અને અરૂણાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે છે. સંરક્ષણ મંત્રીએ બુધવારે આસામના દિનઝારમાં દેશની સૌથી પૂર્વી સૈન્ય સંરચનાનો પ્રવાસ કર્યો અને તેની પરિચાલન તૈયારીઓની સમીક્ષા પણ કરી.

સંરક્ષણ મંત્રી જવાનોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન ભારતીય સેનાના જવાનોએ ‘સંદેશે આતે હૈ’ ગીત ગાઈને ઉત્સાહ વધાર્યો હતો. તો રાજનાથસિંહે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરનારા જવાનોની ઉત્કૃષ્ઠ સેવાઓની અને કામગીરીની પ્રશંસા કરી. તો સંરક્ષણ મંત્રી આજે વિવિધ ચોકીઓનો પ્રવાસ કરશે અને તૈયારીઓને લઈ જાણકારી મેળવશે અને સૈનિકો સાથે વાતચીત પણ કરશે. સંરક્ષણ મંત્રી પોતાની ત્રણ દિવસની યાત્રા દરમિયાન સીમા સડક સંગઠનના બુનિયાદી ઢાંચા પરિયોજનાની પણ સમીક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *