નવો નિયમ: હવે વર્ષે ૧૫ જ ગેસ સિલિન્ડર મળશે

LPG  ગેસ  સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર ૧૫  સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક માત્ર મહિનામાં બે  સિલિન્ડર જ લઇ શકશે. ગ્રાહકોને  ૨ કરતા વધારે  સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી.

નવા નિયમના હિસાબે હવે વર્ષમાં સબસીડીવાળા ૧૨ સિલીન્ડરની સંખ્યા ૧૨ જ હશે. તેનાથી વધારે જો તમે  સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસીડી નહીં મળે. વધારાના  સિલિન્ડર ગ્રાહકોએ સબસીડી વગર જ ખરીદવા પડશે.

રાશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ નિયમ લાગ થઇ ચુક્યા છે. ખાસ વાત એ છે કે આ નિયમ એટલા માટે લાગુ થયો કેમકે ઘણા સમયથી ફરિયાદ હતી કે ડોમેસ્ટિક બિન-સબસિડીવાળી રિફિલ કોમર્શિયલ કરતા સસ્તી હોવાથી અહીં તેનો વધુ ઉપયોગ થતો હતો, જે કારણે સિલીન્ડર પર રાશનિંગ કરવામાં આવ્યું છે.

૧ ઓક્ટોબરથી એલપીજીની કિંમત વધી શકે છે. ૧ ઓક્ટોબરના રોજ થનારી કિંમતોની સમીક્ષામાં નેચરલ ગેસનાં ભાવ વધારી શકાય છે. સરકાર દ્વારા દર ૬ મહિનામાં એકવાર ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકાર દર વર્ષે ૧ એપ્રિલ અને ૧ ઓક્ટોબરે આવું કરે છે. આ સિવાય સીએનજીની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. LPG અને CNG નેચરલ ગેસમાંથી જ બનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *