વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં સતત દિવસે ને દિવસે ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે જેના કારણે એક જગ્યા પર થી બીજી સ્થળે જવા માટે ખાસો સમય ટ્રાવેલિંગ માં વેડફાઈ જતો હતો. પરંતુ હવે આ ટ્રેન શરૂ થઈ ગયા બાદ સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગ ને પણ સમયસર પહોંચવામાં તકલીફ નહિ પડે. વસ્ત્રાલ થી થલતેજ ના આ રૂટ ઓર આખું અમદાવાદ આવી જશે.
મેટ્રોની શરૂઆત થતાં હવે હજારો લોકોને સુવિધા મળી જવાના કારણે સમય અને પેટ્રોલ બંનેની બચત થશે. આટલું જ નહીં રસ્તા પર ધૂળ અને પ્રદૂષણથી શાંતિ મળશે.
મેટ્રોની ટિકિટ ૫ થી શરૂ કરીને ૨૫ રૂપિયા સુધીની રહેશે જેમાં રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, ૨.૫ કિમીથી ૭.૫ કિમી સુધી રૂ.૧૦ , ૭.૫ કિમીથી ૧૨.૫ કિમીના રૂ. ૧૫, ૧૨.૫ કિમીથી ૧૭.૫ કિમીના રૂ. ૨૦, ૧૭.૫ કિમીથી ૨૨.૫ કિમી માટે ૨૫ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
૨૧ કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ૬.૫ કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ ૪ સ્ટેશન આવશે.વસ્ત્રાલ થી થલતેજ સુધી ૧૮ મેટ્રો સ્ટેશન આવેલા છે. આ ટ્રેન મુસાફરીમાં કરતા લોકોને અંડર ગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંચ માણવા મળશે.