ગાંધીનગર: રાજ્યના ૮ નવા પોલીસ મથકો, ૧૬ ચોકીઓ માટે મહેકમ મંજૂર

ગુજરાત રાજ્યમાં ૮ નવા પોલીસ મથકો સાથે ૧૬ નવી પોલીસ ચોકીઓને પણ મંજૂરી અપાઈ છે. પોલીસ મથકો માટે ૫૮૨ નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જ્યારે નવીન પોલીસ ચોકી માટે ૬૦ નું મહેકમ મંજૂર કરાયું છે. આથી વડનગરને પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન મળશે.

 

ગુજરાતમાં પોલીસ બેડામાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો હતો. ૧૮૨ PSIની બદલી કરાયા બાદ રાજ્યમાં ૬૩ PSIની આંતરિક બદલી કરવામાં આવી હતી. એ સિવાય રાજ્યના ૧૧૩ PIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. ગુજરાતના ૧૧૩ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલીના DGP આશિષ ભાટિયાએ ઓર્ડર કર્યો હતો.

આ સિવાય વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મોટા પાયે ઉચ્ચ અધિકારીઓની ફેરબદલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ IPS અધિકારીઓની બઢતી અને બદલી બાદ ૮૨ DySPની બદલી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *