કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમદાવાદ શહેરમાં GMDC હોલ ખાતે યોજવામાં આવેલા હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સરકારની મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓની જાણકારી પ્રત્યેક ઘરમાં મહિલાઓ સુધી પહોંચાડવા પર ખાસ ભાર મુક્યો હતો, તેમજ કોઇપણ પક્ષના ખોટા ચૂંટણીલક્ષી પ્રચારથી ભ્રમિત ન થવા ગુજરાતની મહિલાઓને અપીલ કરી હતી. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલે મહિલાઓને બેટી બચાવો, બેટી પઢાવોની ભાવના સમાજમાં પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એક મોબાઇલ મિસ્ડકોલનો પણ વિધિવત પ્રારંભ કરાવામાં આવ્યો હતો.