રાજકોટની ૩ બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ માટે કવાયત થશે. મહત્વનું છે કે, રાજકોટ પશ્ચિમની બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણી સીટીંગ ધારાસભ્ય છે. જોકે વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા જ પશ્ચિમ બેઠકને લઈ વિવિધ અટકળો તેજ થઇ ગઇ છે.
રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ. દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. એ સિવાય પશ્ચિમ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતિન્દ્ર મહેતાનું નામ પણ ખાસ ચર્ચામાં છે. નોંધનીય છે કે, રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ઈતર સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો. રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું જાણવા મળ્યું હતું.
થોડાક દિવસો અગાઉ ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.