કેન્દ્રીય ચૂંટણી પંચ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા અને એક વર્ષ સુધી ચાલનારા મતદાતા જંકશન નામના કાર્યક્રમનું આજથી આકાશવાણી પરથી પ્રસારણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી, અંગ્રેજી સહિત ૨૩ ભાષાઓમાં પ્રસારિત થશે. દર શુક્રવારે ૧૫ મિનિટ માટે પ્રસારણ થનાર આ કાર્યક્રમ કુલ ૫૨ એપીસોડમાં પ્રસારીત થશે.
આ કાર્યક્રમ વિવિધ ભારતી, એફએમ રેમ્બો, એફએમ ગોલ્ડ અને આકાશવાણીની પ્રાઈમરી ચેનલ પરથી પ્રસારીત થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નવી દિલ્હીના આકાશવાણી રંગભવન ખાતે આજે યોજાનાર ખાસ કાર્યક્રમમાં મતદાતા જંકશન કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે, પ્રસાર ભારતીના સીઈઓ મયંક કુમાર અગ્રવાલ, ડીજી એઆઈઆર ન્યૂઝ વસુધા ગુપ્તા ઉપસ્થિત રહેશે.