હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય અંગે માહિતી આપી હતી.
રાજ્યભરમાંથી ચોમાસાની ઋતુએ હવે સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે,’આ વર્ષ ગુજરાતમાં ચોમાસુ ખેડૂતો માટે સારૂ રહ્યું છે. રાજ્યભરમાં ૧૦૦ %થી વધુ વરસાદ નોંધાયો છે.
હાલમાં ભેજ વાળા વાતાવરણને લીધે આગામી ૨ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાના વિદાય અને શિયાળાના આગમનને લીધે હાલ રાજ્યને બેવડી ઋતુનો અનુભવ થશે.