ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ એ નરેશ પટેલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો. ખોડલધામમાં અનાર પટેલની એકાએક બેઠકથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ થઇ છે.
અનાર પટેલ કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી છે.
ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ રીતે એકાએક AAPના ટોચના નેતાઓ પહોંચતા અન્ય રાજકીય પક્ષના નેતાઓમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વનું છે કે, કેજરીવાલની મુલાકાત બાદ આનંદીબેનના પુત્રી અનાર પટેલે ખોડલધામની મુલાકાત લઇને નરેશ પટેલ સાથે બેઠક કરતા શું અનાર પટેલ કોઇ મેસેજ લઇને આવ્યા હતા કે કેમ તે અંગે જુદી-જુદી ચર્ચાઓ ચાલી રહી છે.