દુબઈના મશહૂર ઇન્ડિયન આર્ટિસ્ટ અકબર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેકવિધ પેઇન્ટિંગ્સની પ્રદર્શનીનો સુરતના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ ખાતે આયોજન કરાયું છે.
આ પ્રદર્શનીનો પ્રદેશ ભાજપ પ્રમુખ C. R. પાટીલના હસ્તે શુભારંભ કરાયો હતો. કલાકૃતિઓના સર્જક અકબર વિશ્વના ૧૮ દેશોમાં અલગ અલગ વિષયો પર પેઇન્ટિંગ્સ બનાવીને ટેન એક્ઝિબિશન કરવા માટે જાણિતા છે.
મશહૂર ઇન્ડિયન આર્ટિસ્ટ અકબર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેકવિધ પેઇન્ટિંગ્સ બનાવાયા છે, જે કલાકૃતિના ઉત્તમ નમૂના છે. આ તમામ પેઇન્ટિંગ્સ દુબઈમાં રહેતા મશહુર પેઇન્ટર અકબરે બનાવ્યાં છે. તેમને આ ૫૫ પેઇન્ટિંગ્સ બનાવતાં સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે.