ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.
શક્તિપીઠ બહુચરાજીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના વિકાસની ગુજરાતની ગૌરવ યાત્રા ગંગોત્રી છે. ગુજરાતના વિકાસે દેશને નવો રાહ ચિંધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર અને વિકસિત બની રહ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જિન સરકારે તમામ નાગરિકનો વિકાસ સાધવા માટે સંકલ્પ કર્યો છે. જ્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યુ હતું કે, એક સમયે બહુચરાજીનો વિસ્તાર વેરાન પ્રદેશ હતો પણ રાજ્યની ભાજપ સરકારના વિકાસ માટેની પ્રતિબધ્ધતાએ સુઝુકીના પ્લાટની સ્થાપના કરાવીને આ વિસ્તારને નંદનવન બનાવી દીધો છે.