ચીનમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે અને ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચીનમાં ઓમિક્રોનના બે નવા વેરિએન્ટ બીએફ – ૭ અને બીએ – ૫.૧.૭ સામે આવ્યા છે. આ બે વેરિએન્ટ સામે આવ્યા બાદ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે અને ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બંને વેરિએન્ટ ખૂબ જ સંક્રામક છે અને ઝડપથી ફેલાઈ રહ્યા છે. ચાર ઓક્ટોબરના રોજ યન્તાઈ અને શોગુઆન શહેરમાં બીએફ – ૭ વેરિએન્ટ સામે આવ્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બીએફ – ૭ વેરિએન્ટ પ્રત્યે સતર્કતા જાળવવાની સલાહ આપી છે. ચીનમાં છેલ્લા સાત વર્ષની સરખામણીએ ગોલ્ડવન વીકની રજાઓ દરમિયાન ખરીદીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનના મુખ્ય વિસ્તારમાં કોવિડનો નવા વેરિએન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેના કારણે ટ્રાવેલ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.