રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિપુરા રાજ્ય ન્યાયિક અકાદમીનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિપુરાના અગરતાલામાં રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિપુરાના અગરતાલામાં રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો અને ત્રિપુરા રાજ્ય ન્યાયિક અકાદમીનું આજે ઉદઘાટન કર્યું છે. રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ત્રિપુરા અને આસામની મુલાકાતે આજે સવારે ત્રિપુરાના અગરતાલા પહોંચ્યા હતા. ત્યારે અગરતાલા આંતરરાષ્ટ્રીય વિમાન મથકે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેઓ આજે અગરતાલાથી વીડિયો માધ્યમથી MLA હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. તેમજ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ ત્રિપુરા સરકાર દ્વારા અગરતાલા ટાઉનહોલ ખાતે આજે સાંજે યોજાનાર સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કોલકાતાથી ગુવહાટી સુધીની રેલવે ટ્રેનને અગરતાલા સુધી લંબાવવામાં આવી છે. આવતીકાલે દ્રૌપદી મુર્મુ અગરતાલાથી કોલકાતા સુધીની અને અગરતાલાથી મણિપુરના ખોંગસાંગ સુધી લઈ જવાયેલ જનશતાબ્દી એક્સપ્રેસને પ્રસ્થાન કરાવશે. રાષ્ટ્રપતિ આવતીકાલે આસામના ગુવહાટી ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં કકામરુપ ખાતે સુપર કોમ્પ્યૂટર સુવિધા, ધુબ્રી ખાતે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દીબ્રુગઢ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *