સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે ‘માં ભારતી કે સપૂત’ વેબસાઇટને લોન્ચ કરશે, શહીદ અને દિવ્યાંગ સૈનિકોના પરિવારોને સહાયમાં સરળતા પડશે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સંકુલમાં આયોજીત સમારંભમાં સશસ્ત્ર દળ યોદ્ધા શહીદ કોશ માટે ‘માં ભારતી કે સપૂત’ વેબસાઇટ લોન્ચ કરશે. આ કોશનો ઉપયોગ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો અને આશ્રિતોને તત્કાળ સહાય પુરી પાડવા માટે થાય છે.

ભારત સરકારે  સક્રીય સૈન્ય અભિયાનમાં ફરજ બજાવતી વખતે  શહીદ થયેલા જવાનો કે દિવ્યાંગ સૈનિકો માટે મોટી સંખ્યામાં કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. નાગરિકો, કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગ-જગતના અગ્રણીઓ સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે યોગદાન આપવામાં આવતું હોય છે. ભારતીયોને આ કાર્યમાં સહભાગી બનાવવા માટે આ વેબસાઇટ તૈયાર થઇ છે. અભિનેતા અમિતાભ બચ્ચને આ કોશ અને વેબસાઇટના સદભાવના રાજદૂત બનવા સ્વીકૃતિ આપી છે. સમારંભમાં CDS જનરલ એટલે કે સૈન્યની ત્રણેય પાંખના વડા પરમવીર પુરસ્કાર વિજેતા તેમજ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *