પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પી.એમ.કિસાન સન્માન સંમેલનને ખુલ્લુ મુક્યું. તેમણે ૬૦૦ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું રીમોટના માધ્યમથી ઉદ્ધાટન કર્યું,
તેમજ તેમણે વન નેશન વન-ફર્ટીલાઇઝરનો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ઇ-પત્રિકા ઇન્ડીયન-એચનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી દેશભરના ખેડૂતોને ખાતર સંબંધી, ખેતી સંબંધી ટેકનોલોજીની વિગતવાર જાણકારી મળશે.
પ્રધાનમંત્રીએ આ સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે; એક જ પરિસરમાં આજે સ્ટાર્ટઅપ છે અને દેશના લાખો ખેડૂતો પણ છે. આજે ભારતની ખેતીના ભાગીદારો આજે રૂબરૂ તેમજ વર્ચુ્અલી જોડાયા છે. પી.એમ.કિસાન સન્માન સંમેલનને સંબોધતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના કાર્યકાળના આઠ વર્ષમાં ખેતીલક્ષી સંશોધનને ઉત્તેજન મળ્યું છે. આજે દેશના ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, કૃષિના ક્ષેત્રમાં સન્માન નિધી ખેડૂતોને મળે તે માંગ ખેડૂતો તરફથી ક્યારે પણ આવી ન હતી.કેન્દ્ર સરકારે જણાયું કે ખેડૂતોની આવક વધારવા સિધી સહાય પ્રદાન કરવી જોઇએ જેથી કિસાન સન્માન નિધીના માધ્યમથી ૧૧ કરોડ ખેડૂતોને લાભ સીધો તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.આજે તેનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે.