ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીથી પ્રથમ સેમીકોન ઇન્ડિયા ફયુચર ડિઝાઇન રોડ શોનો આજે આરંભ થશે. કેન્દ્રિય માહિતી અને ટેકનોલોજી રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખર આ રોડ શોનો પ્રારંભ કરાવશે. જેનો ઉદ્દેશ સેમી કન્ડકટરની ડિઝાઇન અને નવકલ્પના ક્ષેત્રે પ્રગતિ કરવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો છે.
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતને સેમી કન્ડકટર ક્ષેત્રે ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છે છે. સેમી કન્ડકટર્સ ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વ્યુહાત્મક સેમીકન્ડકટર ક્ષેત્રે રોકાણો આકર્ષવા ૭૬ હજાર કરોડ રૂપિયાના ખર્ચના ભારત સેમીકન્ડકટર મિશનનો આરંભ વર્ષ ૨૦૨૧ માં કર્યો છે. ગુજરાત સરકારે પણ ૨૦૨૨ થી ૨૦૨૭ માટેની સેમીકન્ડકટર નીતિની જાહેરાત કરી છે. તાજેતરમાં વેદાંતા અને ફોકસકોન દ્વારા ગુજરાતના ધોલેરા ખાતે ગ્રીનફીલ્ડ સેમીકન્ડકટર ફેબ એકમની સ્થાપના કરવાની જાહેરાત કરાઇ છે.