યુક્રેનની સત્તાએ જણાવ્યું કે, રશિયાએ ડ્રોન વડે યુક્રેનના પાટનગર કિવ પર આજે હુમલો કર્યો તેથી રહેણાંક વિસ્તારોમાં ઘણુ નુકસાન થયું છે. એક સપ્તાહમાં આ બીજો મોટો હુમલો છે .આ પહેલા ૧૦ ઓક્ટોબરે રશિયા તરફથી કિવ અને બીજા અનેક શહેરોમાં ૪૦ થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. કિવના મેયર વિટાલીએ જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા રશિયાએ મિસાઈલ વડે હુમલાઓ કર્યા હતા. જેમાં ૧૯ નાગરિકોના મોત નિપજ્યાં હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યુ કે, રશિયાએ કરેલા હુમલા આતંકની એક નવી લહેર છે અને આખી દુનિયાએ તેનો જવાબ આપવાની જરૂર છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કોઈ વાતચીત શક્ય નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું કે, પૂર્વ યુક્રેનના બાખમૂત અને સોલિદાર પ્રાંતમાં યુક્રેન અને રશિયાના સૈનિકો વચ્ચે ભીષણ લડાઈ થઈ રહી છે.