ઉત્તર કોરિયાનો દક્ષિણ કોરિયાના દરિયાઈ વિસ્તારમાં તોપમારો

ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના દરિયાઈ વિસ્તારમાં તોપમારો કર્યો છે. જોકે, આ ગોળા દરિયાઈ વિસ્તારમાં બંને દેશોને અલગ પાડતા બફર ઝોનમાં પડયા હોવાનું દક્ષિણ કોરિયાના લશ્કરે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની આ કાર્યવાહીની ટીકા કરી છે. અને પાંચ વર્ષમાં પ્રથમ વખત એકતરફી પ્રતિબંધ લગાવ્યો છે. દરમિયાન ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ગંભીર ચેતવણી આપવા માટે આ તોપમારો કરાયો હોવાનું જણાવ્યું હતું.ગત અઠવાડિયે ઉત્તર કોરિયાએ બંને દેશો વચ્ચેની સરહદે તોપગોળા ફેંક્યા અને યુદ્ધ વિમાન ઉડાડતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *