પોરબંદર ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજો ખુલ્લા મુકાયા

ભારતીય કોસ્ટ ગાર્ડને લીડ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

 

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક યુવા પ્રતિભાઓને દરિયાઈ સેવા પસંદ કરે તે અંગે પ્રેરિત કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડ તેને સોંપવામાં આવેલ ફરજોના આદેશ ચાર્ટરનું પ્રદર્શન કર્યું હતું

ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બને તે હેતુથી ડિફેન્સ એકસપોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨ માં ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ની થીમ સાથેના ‘ડિફેન્સએક્સપો – ૨૦૨૨, પાથ ટુ પ્રાઈડ’ના ભાગરૂપે તા. ૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજની વિશેષતા

મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો એ અદ્યતન મેસર્સ જીએસએલ ગોવા મેક ઈન ઈન્ડિયા જહાજો છે, જે અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે છે. આ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળનું સંયુક્ત સાહસ છે. ભારતીય કોસ્ટ ગાર્ડને લીડ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *