મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં ૫૦ વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કરાણે ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવાયેલી કુલ ૧૮,૨૩૨ એકર જમીનની જૂની શરતોને આધારે ફાળવણી કરવામાં આવશે. હવે પુનર્વશનના લાભાર્થીઓ પોતાના જમીન / મકાન / પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે તથા તેના ખરીદ વેચાણ પણ કરી શકાશે.