USA એ ભારતની રસી ઉત્પાદન ક્ષમતાને ‘અતુલ્ય’ ગણાવી પ્રશંસા કરી

ભારતની રસી ઉત્પાદન ક્ષમતાની યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

વ્હાઇટ હાઉસના કોવિડ – ૧૯ રિસ્પોન્સ કોઓર્ડિનેટર આશિષ ઝાએ એક બ્રીફિંગમાં જણાવ્યું છે કે ભારત વિશ્વમાં રસીનો મોટો નિકાસકાર દેશ છે. તેમણે ભારતની રસી ઉત્પાદન ક્ષમતાને ‘અતુલ્ય’ ગણાવી.  કોવિડ – ૧૯ કટોકટી સામે ભારતના સંચાલન અંગેના તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોવિડ – ૧૯ રિસ્પોન્સ કોઓર્ડિનેટરે આ મુજબ જણાવ્યું હતું.

ફેબ્રુઆરીની શરૂઆતમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત, તરનજીત સિંહ સંધુએ કહ્યું હતું કે ભારત-યુએસ રસી ઉત્પાદન ક્ષમતાઓને સસ્તી રસી બનાવવા માટે જોડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *