યુકેના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી છે અને તેમને યુકેના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત – યુકે દ્વિપક્ષીય સંબંધો અને વેપાર કરાર અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરારને વહેલામાં વહેલી તકે નિષ્કર્ષ પર લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટર પર જાણકારી આપતા કહ્યું છે કે, અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત FTA ના વહેલા નિષ્કર્ષના મહત્વ પર પણ સંમત થયા છીએ.”
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, બ્રિટન અને ભારત વચ્ચે અનેક સમજૂતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, બંને દેશ આવનારા સમયમાં સુરક્ષા, રક્ષા અને આર્થિક સમજૂતીને વધુ સુદ્રઢ બનાવશે.