તમામ સરકારી ઓફિસો અને વિભાગોમાં ખાસ સ્વચ્છતા અભિયાન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્પેશ્યલ કેમ્પેઈન ૨.૦ અંતર્ગત તમામ સરકારી ઓફિસો અને વિભાગોમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળના ONGC એકમ દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
CISF ના ૧૩૫ થી વધુ જવાનોએ વરિષ્ઠ કમાન્ડન્ટ પંકજ કુમારની આગેવાનીમાં ગાંધી આશ્રમ પરિસર, સાબરમતી નદી અને સાબરમતી રિવરફ્રન્ટની આસપાસના સ્થળોને સ્વચ્છ કર્યાં હતા. વરિષ્ઠ કમાન્ડન્ટ પંકજ કુમારે દૂરદર્શન ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાન ચાવીરૂપ ભૂમિકા ભજવશે.