ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, હાલમાં ભાજપ અને કોંગ્રેસની અંદર ઉમેદવારી માટે વિવિધ નેતાઓ દ્વારા દાવેદારી કરવામાં આવી રહી છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે ૧૩ ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી જેમાં કડીથી ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જામનગર ગ્રામ્યથી પ્રકાશ દોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઈ ચૌહાણ જ્યારે લૂણાવાડાથી નટવરસિંહ સોલંકી ઝાડુના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.