ઈમરાન ખાનની પાકિસ્તાનમાં ‘હકીકી આઝાદી’ યાત્રા

પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો યથાવત છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનએ શાહબાઝ શરિફ સરકાર સામે લાહોરથી ઇસ્લામાબાદ સુધી યાત્રા શરૂ કરી છે. ઇમરાને તેને ‘હકીકી આઝાદી’ નામ આપ્યું છે.

ઈમરાન ખાનએ સમર્થકોને જણાવ્યું હતું કે દેશમાં ચૂંટણીની માંગને લઈને આ યાત્રા શરૂ કરાઇ છે. યાત્રા દરમિયાન તેમણે સેના અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ ભારતની વિદેશનીતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભારત મરજીથી રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે પરંતુ પાકિસ્તાન હજુ પણ ગુલામ છે. પાકિસ્તાન પોતાના દેશના હિતના નિર્ણય લઈ શકતા નથી.’
સામે પક્ષે પાકિસ્તાન સરકારે ચેતવણી આપી છે કે યાત્રા દરમિયાન કોઈ પણ કાયદાનો ભંગ થશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *