દિવાળીના વેકેશન દરમિયાન રાજકોટના નવનિર્મિત રામવન ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ રજાઓમાં રાજકોટના પ્રદ્યુમન ઝુ અને રામવનથી રાજકોટના મહાનગરપાલિકાને ૧૦ લાખથી પણ વધુની આવક થવા પામી છે.
રાજકોટના સોમવારથી ગુરુવાર સુધીમાં પ્રદ્યુમન ઝુની ૩૮,૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી, તો ૨૦,૦૦૦ લોકોએ રામ વનની મુલાકાત લીધી હતી. સહેલણીઓની મુલાકાતને પગલે મહાનગરપાલિકાને ૧૦ લાખથી પણ વધુની આવક થવા પામી છે. સામાન્ય દિવસોમાં શુક્રવારે બંધ રહેતું ઝૂ વેકેશન દરમ્યાન મહાનગરપાલિકાએ ખુલ્લુ રાખ્યું હતું.