હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા રાજયમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ ખામીને કારણે ૪૫ ઉમેદવારના પત્રો રદ કરાયા હતા.
ભાજપ, કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત કુલ ૫૬૧ ઉમેદવારોએ ૬૮ વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારી પત્ર ભર્યા હતા. રાજ્યની ૬૮ વિધાનસભા બેઠકો પર ૧૨ નવેમ્બર મતદાન યોજાશે તો ૮ ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે