ગુજરાતમાં ચૂંટણી પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થઈ શકે છે.
ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.