ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ૧૪૩ વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી ૨૫ થી વધુ બાળકો સહિત ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જેમાં ગઈકાલે રાત્રે જ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદમાં અત્યારે હાલ સવારે ૧૧:૩૦ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીએ બેઠક યોજ્યા બાદ ફરી ઘટના સ્થળે પહોંચ્યા છે.
મોરબીમાં ગઈકાલે બનેલી દુર્ઘટના બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી હતી. આ તરફ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ૧૪૩ વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ ૦૬:૦૦ વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી ૨૫ થી વધુ બાળકો સહિત ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને ૬ – ૬ લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ
– મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં ૧૪૧ લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
– ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
– CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
– આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
– મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે ૨ લાખ અને રાજ્ય સરકારે ૪ લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
– તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: ૦૨૮૨૨ ૨૪૩૩૦૦
– મુખ્યમંત્રીએ ૫ સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે ૦૨:૦૦ વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
– દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
– ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
– જવાબદારો સામે કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો